ક્રમ
|
સુવાક્ય
|
૧
|
જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.
|
૨
|
છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી.
|
૩
|
જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે.
|
૪
|
જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.
|
૫
|
સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.
|
૬
|
વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.
|
૭
|
સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.
|
૮
|
બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.
|
૯
|
ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.
|
૧૦
|
અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.
|