તોડવા અને છોડવા માં જાજો ફરક નથી હોતો... 


આ બંને શબ્દ વાંચવા માટે સારા છે.. 


ખુદ ને આશ્વાશન માટે યોગ્ય છે.. 


પણ બંને નો મતલબ તો એકજ છે.. 


કેમ કે તૂટી ને પણ નાશવંત થવા નું છે.. 


અને છૂટી ને પણ નાશવંત થવા નું છે.. 


તૂટેલા ની પીડા બહુ ઓછી હોય છે કેમ કે તૂટેલા ના ટુકડા આપડી પાસે પડ્યા હોય છે એટલે એને સ્પર્શી ને પણ આપણે દુઃખ વ્યક્ત કરી શકીયે છીએ, 


પણ છૂટેલા ના તો ટુકડા પણ નશીબ નથી થતા એક આશ માં વિરહ અને યાતના બંને ચરમ પર હોય છે.. 


લાશ મળવી એક સૂકુન આપી જાય કે હવે આ પાછું નૈ આવે થોડા સમય પછી યાદો સ્વરૂપે એ મન માં જીવે છે.. 


પણ લાશ ના મળે તો સતત ચિંતા અને દોડધામ રહે છે શોધવા ના પ્રયાસ કરવા માં આવે છે ખોટા વલખા મારવા માં આવે છે અવિરત યાતના માં જીવવા માં આવે છે. 


જીવનયાતના મય બની જાય છે. વિશ્વાસ છૂટે કે વિશ્વાસ તૂટે અર્થ તો બંને નો એકજ છે..