ક્યારેક હું તને નાં સમય આપી શકું તો તું રાહ થોડી મારી જોઈ લેજે...

ક્યારેક હું તને નાં સાચવી શકું તો તું ધ્યાન થોડું તારું રાખી લેજે...

ક્યારેક આશા આપી ને જાઉં કે હું આવીશ જ અને નાં આવું તો નિરાશા ને હાવી નાં થવા દેતી...

કેમ કે હું તો તારા થી દુર રહી ને પણ તને જ ચાહું છું... 

અને તું સાથે હોય ત્યારે પણ તને જ ચાહું છું... 

કદાચ મારી ચાહત ની પરિભાષા જ તું છે....

સંબંધ હંમેશા ઉતાર ચડાવ વારો રહે છે..
 
ક્યારેક એજ સંબંધ આપડા ને જીવવાનું જોમ આપે છે તો ક્યારેક એજ સંબંધ આપડા ને નારાજગી ગુસ્સો અવગણના આપે છે.. 

એ દરેક વસ્તુ દરેક સંબંધ માં થતી હોય છે.. 

પણ બસ વિશ્વાસ અને પ્રેમ જો અતૂટ રહે તો ગુસ્સા માં પણ પ્રેમ... 

નફરત માં પણ ચાહત....

ક્યારેક તું કહે આઇ હેટ યુ ... 

બસ એજ તો મારા પ્રેમ નું પ્રમાણ છે કે તું કેટલું મને ચાહે છે... 

ક્યારેક તું રાહ જોતી બેસી રહી હોય અને હું કામ માં વ્યસ્ત તો ક્યારેક ઘસઘસાટ ઊંઘતો હોઉં....

પણ એવું તો ક્યારેય નઈ થાય કે હું તને નાં જીવું...

તું જીવ છે અને જીવ વગર ના માણસ નિર્જીવ હોય તો તું જાણે જ છે... 

શોર્ટ માં કહું તો તું છે તો હું સજીવ નકર તારા વગર તો નિર્જીવ જ છું....