પ્રેમ નું ઉંડાણ એ હોય છે કે આપણે આપણા પ્રેમ ને કોઈ પણ પ્રકાર નું અપમાન, જોખમ, કે દર્દ થી બચાવવા માંગીયે છીએ કેમ કે આપણા પ્રેમ ની કોઈ પણ મુશ્કેલી આપણી મુશ્કેલી બની જાય છે કેમ કે પ્રેમ માં પોતાનાપણા નો ભાવ સમાયેલો હોય છે.. અને જે પ્રેમ માં પોતાનાપણા નો ભાવ નથી હોતો ત્યાં પ્રેમ નથી હોતો..

પ્રેમ માં જયારે દર્દ આપડા પ્રેમ ને થાય છે ત્યારે એની પીડા આપણ ને મહેસુસ થતી હોય છે.. 

એટલા માટે જ આપણે આપણા પ્રેમ ની દરેક તકલીફ ને દૂર કરવા માં લાગી જતા હોઈએ છીએ જેમ દુનિયા નો કોઈ પણ માણસ એવું નથી ઈચ્છતો કે એનું પરીવાર દુઃખી થાય એમ દુનિયા નો કોઈ સાચો પ્રેમી એના પ્રેમ ને તકલીફ માં ના જોઈ શકે..