હું ચાહું છું કે આ જિંદગી ને એકવાર આપણે આપણી રીતે જીવીએ... 

ક્યાં કોઈ ના હોય આપડા સિવાય. 

બસ તું અને હું.. 

એક બીજા ના સાથ માં ખોવાઈ જૈયે.. બધું જ ભૂલી ને... 

કોઈ અજાણી જગ્યાએ.. 

અને મારા ખભા પર તું માથું મૂકી ને મીઠા સપનાઓ માં ખોવાઈ જાય.. 

અને હું તારી ઇન્દ્રધનુષી સપનાઓ ની દુનિયા માં ખોવાઈ જાઉં.. 

હમેશા હંમેશા માટે હું તારો થઇ જાઉં... 

અને તારી લટ હવા ની લહેર થી ઉછળી ને મારા શર્ટ ના બટન માં ઉલઝી છે... 

એને છોડાવતા છોડાવતા તને મારી વાતો માં ઉલઝાવી દઉં..

સોનેરી કંગન પહેરાવી દઉં તારા હાથો માં.. 

અને બાંધી લઉં ખુદ ને તારી આત્મા સાથે.

એટલી ખુશી થી મારા ગાળા માં રહેલ ભગવાન ના મંદિર માં થી મળેલ રક્ષાકવચ રૂપી કાળો દોરો તને પહેરાવી ને તને સુરક્ષિત કરી દઉં.. 

અને તને કાન માં કહું... 

જો તે મને તારો બનાવ્યો હતો ને.. 

આજ આ દોરો પહેરાવી ને હું તને મારી બનાવું છું..