મારાં દરેક સવાલ માં તું છું ને જવાબ માં પણ તું જ છું...
તો પણ ચાલ આજે તને સવાલ કરું...
શું તું મારી સાથે રહીશ ?
મારી દરેક પળ ને હું તારી સાથે જીવવા માંગુ છું...
શું તું મારી સાથે રહીશ ?
સવારે જાગતાં ની સાથે મારે તને જોવો છે...
તું મારા માથે હાથ મુકીને મને જગાડે...
તું મને એક મસ્ત સ્માઇલ આપીને કહે ક્યાંય જતી નહી આવું છું થોડાં (જોબ) કલાકો માં...
મને તારા હાથે ને તારા હાથ થી બનેલું ખવડાવે...
મને તું જોવે એટલી વાર એવું સરસ સ્માઇલ આવે તારા મોંઢા ઉપર કે મને શરમ આવી જાય ને હું કહું તને શું જોયાં કરે છે ગાંડો તો નથી થઈ ગયો ને ... ??
ગરમીની ઋતુમાં રાત આખી બહાર ફરવા લઈ જાય ને શિયાળામાં તું મને ક્યાંય ના જઈશ કહીને ગરમાં ગરમ પકોડા બનાવીને ખવડાવે... ને ચોમાસામાં એ જરમર જરમર વરસાદમાં તું મને ફરવા લઈ જાય ને હે મજાના ગીતો ગાય...
શું મારી આ બધી ઈચ્છા પૂરી કરવા તું મારી સાથે રહીશ ??
સવાલ તો ઘણાં છે પણ મારા બધાં જ સવાલ અને જવાબ મા તું જ છે...
તો પણ આજે તને સવાલ કરું કે... શું તું મારી સાથે રહીશ ??