જે પ્રેમ માં તમારું આત્મસમ્માન (સેલ્ફરિસ્પેક્ટ) ઘવાતું હોય, દરેક વખત આત્મસમ્માન ને ઠેસ પહોંચતી હોય તો બની શકે એટલી વહેલી તકે એ વ્યક્તિ ને છોડી દેવા, કેમ કે જે તમારું સમ્માન નથી કરી શકતા, અને તમારા ખુદ ના આત્મસમ્માન ને કચડવા ની કોશિશ કરે છે એ તમને શું ધૂળ પ્રેમ કરવા ના..


એટલે છોડવા માં જેટલી સ્ફૂર્તિ રાખશો એટલી આસાની રહશે.. નકર તમે પ્રેમ પ્રેમ કરતા રહેશો અને એક દિવસ એવો આવી જશે તમને ખુદ તમારા થી જ નફરત થવા લાગશે કે મેં કેવી વ્યક્તિ ને પ્રેમ કર્યો.. આત્મસમ્માન ગુમાવેલ વ્યક્તિ હતાશા માં ગરકાવ થઇ જાય છે..


અને પ્રેમ માં સમ્માન હોય છે.. જ્યાં સમ્માન નથી પરવાહ નથી ત્યાં પ્રેમ નથી..